
ઋતુ એટલે વર્ષ દરમિયાન હવામાનમાં સમયાંતરે થતા કુદરતી ફેરફારો. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે. તેની ધરી થોડી ઝૂકેલી હોવાને કારણે અલગ અલગ સમયગાળામાં સૂર્યપ્રકાશ અને તાપમાનમાં ફેરફાર થાય છે.
સામાન્ય રીતે આપણને 3 ઋતુઓ જોવા મળતી હોય છે. જેના ગુજરાતી અને અંગ્રેજી નામની માહિતી નીચે અનુસાર છે.
- ઉનાળો (Summer)
- ચોમાસું (Monsoon / Rainy Season)
- શિયાળો (Winter)
દરેક ઋતુનું આપણા જીવનમાં ખાસ મહત્વ છે અને દરેક ઋતુ પ્રકૃતિને અલગ સૌંદર્ય આપે છે. ઉનાળો ઋતુમાં સૂર્યનો તાપ વધુ હોય છે, દિવસો લાંબા રહે છે. ઠંડીમાં તાપમાન ખુબ જ ઓછું થઇ જાય છે ત્યારે ચોમાસામાં વરસાદ પડતો હોય છે.
6 ઋતુઓના નામ અને માહિતી (Seasons Name in Gujarati)
ઋતુઓના બદલાવથી માત્ર હવામાન જ નહીં પરંતુ લોકોની જીવનશૈલી, ખોરાકની આદતો, કપડાં અને ખેતીના કાર્યોમાં પણ ફેરફાર આવે છે. તેથી ઋતુઓ આપણા જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ અને સુંદર ભાગ છે. આપણી મુખ્ય 6 ઋતુઓ અંગેની માહિતી નીચે અનુસાર આપવામાં આવેલી છે.

| ક્રમાંક | Seasons Name in Gujarati | Seasons Name in English |
| 1 | શિયાળો ઋતુ | Winter |
| 2 | ઉનાળો ઋતુ | Summer |
| 3 | ચોમાસું ઋતુ | Monsoon |
| 4 | વસંત ઋતુ | Spring |
| 5 | શરદ ઋતુ | Autumn |
| 6 | હેમંત ઋતુ | Pre-Winter |
મુખ્ય 3 ઋતુઓ વિશે મહત્વપૂર્ણ માહિતી
દુનિયાભરમાં લોકો ઋતુઓને મુખ્ય 3 સમયગાળામાં વહેંચીને સમજે છે. જેમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું હોય છે. આ ઋતુઓમાં આપણે ઠંડી, ગરમી અને વરસાદ નો અનુભવ કરીયે છે.
| ઋતુનું નામ (Season) | સમયગાળો (Months) | વિશેષતા અને માહિતી |
| શિયાળો (Winter) | નવેમ્બર થી ફેબ્રુઆરી | આ ઋતુમાં હવામાન ઠંડું અને ખુશનુમા હોય છે. દિવસો ટૂંકા અને રાત લાંબી હોય છે. આ ઋતુમાં સ્વાસ્થ્ય સુધારવા માટે વસાણાં અને પૌષ્ટિક ખોરાક લેવામાં આવે છે. |
| ઉનાળો (Summer) | માર્ચ થી જૂન | આ ઋતુમાં હવામાન ખૂબ જ ગરમ હોય છે. સૂર્યનો તાપ સખત લાગે છે, દિવસો લાંબા અને રાત ટૂંકી હોય છે. લોકો ઠંડા પીણાં અને ફળો (જેમ કે કેરી) ખાવાનું પસંદ કરે છે. |
| ચોમાસું (Monsoon) | જુલાઈ થી ઓક્ટોબર | આ ઋતુમાં વરસાદ પડે છે. આકાશ વાદળછાયું રહે છે અને ધરતી પર હરિયાળી છવાઈ જાય છે. ખેતી માટે આ સૌથી મહત્વની ઋતુ છે. |
- શિયાળો (Winter): આ ઋતુમાં ઠંડી પડે છે. લોકો ગરમ કપડાં પહેરે છે અને પૌષ્ટિક આહાર (વસાણાં) લે છે.
- ઉનાળો (Summer): આ ઋતુમાં ગરમી પડે છે. આ ઋતુમાં સ્વાદિષ્ટ કેરી ખાવા મળે છે અને લોકો ઠંડા પીણાંનો આનંદ લે છે.
- ચોમાસું (Monsoon): આ ઋતુમાં વરસાદ પડે છે. ધરતી લીલીછમ બને છે અને ખેડૂતો વાવણીની શરૂઆત કરે છે.
6 ઋતુઓ અને સમયગાળાની માહિતી
ભારતીય પરંપરા અનુસાર વર્ષને મુખ્યત્વે છ ઋતુઓમાં વહેંચવામાં આવે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. દરેક ઋતુ લગભગ બે મહિના સુધી રહે છે અને દરેક ઋતુ પ્રકૃતિને નવી ઓળખ અને સુંદરતા આપે છે.
| ઋતુનું નામ (Season) | ગુજરાતી મહિના (Months) | અંગ્રેજી મહિના (approx.) | વિશેષતા અને વર્ણન |
| વસંત (Vasant) | ચૈત્ર – વૈશાખ | માર્ચ – એપ્રિલ | આ ઋતુને ‘ઋતુઓનો રાજા’ કહેવાય છે. કુદરત ખીલી ઉઠે છે, આંબા પર મોર આવે છે અને કોયલના ટહુકા સાંભળવા મળે છે. હવામાન ખુશનુમા હોય છે. |
| ગ્રીષ્મ (Grishma) | જેઠ – અષાઢ | મે – જૂન | આ સખત ગરમીની ઋતુ છે. નદી-તળાવના પાણી સુકાય છે. લોકો સુતરાઉ કપડાં પહેરે છે અને ઠંડા પીણાં તેમજ કેરીનો આનંદ માણે છે. |
| વર્ષા (Varsha) | શ્રાવણ – ભાદરવો | જુલાઈ – ઓગસ્ટ | આ વરસાદની ઋતુ છે. આકાશ વાદળછાયું રહે છે, મોર કળા કરે છે અને ચારેબાજુ હરિયાળી છવાઈ જાય છે. ખેતી માટે આ સર્વોત્તમ સમય છે. |
| શરદ (Sharad) | આસો – કારતક | સપ્ટેમ્બર – ઓક્ટોબર | વરસાદ પછી આકાશ એકદમ સ્વચ્છ બને છે. આ ઋતુમાં નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવે છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રનો પ્રકાશ શીતળતા આપે છે. |
| હેમંત (Hemant) | માગશર – પોષ | નવેમ્બર – ડિસેમ્બર | આ ઋતુમાં ઠંડીની શરૂઆત થાય છે. સવારનું વાતાવરણ ધુમ્મસવાળું અને તાજગીભર્યું હોય છે. પાક તૈયાર થવાની આ સીઝન છે. |
| શિશિર (Shishir) | મહા – ફાગણ | જાન્યુઆરી – ફેબ્રુઆરી | આ કડકડાતી ઠંડીની ઋતુ છે. પાનખર શરૂ થાય છે અને વૃક્ષોના પાંદડા ખરી જાય છે. ઉત્તરાયણનો તહેવાર આ ઋતુમાં આવે છે. |
ઋતુઓના બદલાવથી માત્ર હવામાન જ બદલાતું નથી, પરંતુ માનવ જીવન, ખેતી, પ્રાણીઓ અને છોડ-વૃક્ષો પર પણ તેનો ઊંડો પ્રભાવ પડે છે. વસંત ઋતુને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે, કારણ કે આ સમયમાં પ્રકૃતિ નવી ઉર્જા અને તાજગીથી ખીલી ઊઠે છે.
ઋતુઓની વિશેષતા અંગે (Speciality Of The Seasons)
ઋતુઓ પ્રકૃતિની એક અદ્ભુત ભેટ છે, જે વર્ષ દરમિયાન હવામાન, વાતાવરણ અને જીવનશૈલીમાં બદલાવ લાવે છે. દરેક ઋતુની પોતાની આગવી વિશેષતા હોય છે, જે તેને અન્ય ઋતુઓથી અલગ બનાવે છે. વસંત ઋતુની વિશેષતા તેની તાજગી અને સૌંદર્ય છે.
| ઋતુનું નામ (Season) | સમયગાળો (ગુજરાતી માસ) | ઋતુની વિશેષતા (Specialities) |
| વસંત (Vasant) | ચૈત્ર – વૈશાખ | આ ‘ઋતુરાજ’ કહેવાય છે. નહિ બહુ ઠંડી, નહિ બહુ ગરમી. આંબા પર મોર આવે છે અને કોયલ ટહુકા કરે છે. કુદરત નવું રૂપ ધારણ કરે છે. |
| ગ્રીષ્મ (Grishma) | જેઠ – અષાઢ | આ કાળઝાળ ગરમીની ઋતુ છે. નદી-તળાવના પાણી સુકાય છે. લોકો ઠંડક શોધે છે. આ ઋતુમાં કેરી, તરબૂચ અને ટેટી જેવા ફળોની મજા માણી શકાય છે. |
| વર્ષા (Varsha) | શ્રાવણ – ભાદરવો | આકાશ વાદળોથી ઘેરાયેલું રહે છે અને મેઘરાજાની સવારી આવે છે. ધરતી પર લીલું ઘાસ ઉગે છે. ખેડૂતો માટે આ આશા અને આનંદની ઋતુ છે. |
| શરદ (Sharad) | આસો – કારતક | વરસાદ વિદાય લે છે અને આકાશ એકદમ સ્વચ્છ બને છે. નવરાત્રી અને શરદ પૂનમ આ ઋતુમાં આવે છે. રાત્રે ચાંદની ખીલેલી અને શીતળ હોય છે. |
| હેમંત (Hemant) | માગશર – પોષ | આ ઋતુમાં ગુલાબી ઠંડીની શરૂઆત થાય છે. પાક તૈયાર થવા લાગે છે અને સવારમાં ઝાકળના બિંદુઓ જોવા મળે છે. લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે. |
| શિશિર (Shishir) | મહા – ફાગણ | આ કડકડાતી ઠંડીની ઋતુ છે. પાનખર પણ આ સમયે જોવા મળે છે, જ્યાં વૃક્ષો જૂના પાંદડા ખેરવી નાખે છે. વહેલી સવારે ધુમ્મસ જોવા મળે છે. |
દરેક ઋતુ આપણા જીવનમાં અલગ પ્રકારનો આનંદ, ઉપયોગિતા અને કુદરતી સંતુલન લાવે છે. ઋતુઓના બદલાવથી પ્રકૃતિમાં નવી તાજગી, ખેતીમાં સમૃદ્ધિ અને માનવ જીવનમાં વિવિધતા આવે છે. આ જ ઋતુઓની સૌથી મોટી વિશેષતા છે કે તે જીવનને રંગીન, સુંદર અને સંતુલિત બનાવે છે.
ઋતુચક્ર મુજબ સ્વાસ્થ્ય ટિપ્સ
- વસંત: શરીરમાં કફ વધતો હોવાથી હળવો ખોરાક લેવો હિતાવહ છે.
- ગ્રીષ્મ: ડિહાઈડ્રેશનથી બચવા પુષ્કળ પાણી અને પ્રવાહી લેવું જોઈએ.
- વર્ષા: ગરમ અને તાજો ખોરાક લેવો જોઈએ, કારણ કે પાચન શક્તિ નબળી હોય છે.
- શરદ: પિત્તનું પ્રમાણ વધતું હોવાથી દૂધ-પૌંઆ અને ઠંડો ખોરાક લેવો ફાયદાકારક છે.
- હેમંત/શિશિર: કસરત કરવા અને પૌષ્ટિક પાક (અડદિયા, ગુંદરપાક) ખાવા માટે આ શ્રેષ્ઠ સમય છે.
ઋતુઓ ના નામ માહિતી સાથે (Rutu Na Naam In Gujarati)
ઋતુઓ એટલે વર્ષ દરમિયાન હવામાનમાં થતા કુદરતી ફેરફારોના અલગ-અલગ સમયગાળા. ભારતીય પરંપરા અનુસાર વર્ષને છ ઋતુઓમાં વહેંચવામાં આવે છે, અને દરેક ઋતુ લગભગ બે મહિના સુધી રહે છે. આ છ ઋતુઓના નામ નીચે મુજબની માહિતીમાં દર્શાવવામાં આવ્યા છે.
(1) વસંત ઋતુ (Spring Season)
- આ ઋતુને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે.
- હવામાન ખૂબ સુમેળભર્યું અને આનંદદાયક હોય છે.
- વસંત ઋતુમાં વૃક્ષો પર નવા પાન આવે છે.
- મનમોહક એવી આ ઋતુમાં રંગબેરંગી ફૂલો ખીલે છે.
- વસંત ઋતુમાં પ્રકૃતિ લીલીછમ અને સુંદર લાગે છે.
- પક્ષીઓનું કલરવ મનને આનંદ અને ઉમંગ આપે છે.
- લોકોમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળે છે.
(2) ગ્રીષ્મ ઋતુ (Summer Season)
- આ ઋતુમાં ગરમી ખૂબ વધારે હોય છે.
- લોકો પર સૂર્યનો તાપ તીવ્ર ગરમ રહે છે.
- દિવસો લાંબા અને રાત્રિઓ ટૂંકી હોય છે.
- સામાન્ય રીતે લોકો હળવા કપડાં પહેરે છે.
- ઠંડા પીણાં અને આઈસ્ક્રીમ વધુ લેવાય છે.
- કેરી, તરબૂચ અને ખરબૂચ જેવા ફળો મળે છે.
- શાળાઓમાં ઉનાળાની રજાઓ આવે છે.
(3) વર્ષા ઋતુ (Monsoon Season)
- આ ઋતુ વરસાદ માટે જાણીતી છે.
- આકાશમાં કાળા વાદળો છવાય છે.
- વરસાદથી ધરતી લીલીછમ બને છે.
- નદીઓ અને તળાવો પાણીથી ભરાય છે.
- ખેડૂતો માટે આ ઋતુ ખૂબ મહત્વપૂર્ણ છે.
- પાકની વાવણી માટે અનુકૂળ સમય છે.
- વાતાવરણ ઠંડુ અને તાજગીભર્યું લાગે છે.
(4) શરદ ઋતુ (Autumn Season)
- શરદ ઋતુ વર્ષા પછી આવતી ઋતુ છે.
- આપણું આકાશ સ્વચ્છ અને નિર્મળ રહે છે.
- ઋતુમાં ચાંદની રાતો ખૂબ સુંદર લાગે છે.
- બહારનું હવામાન શાંત અને સુખદ રહે છે.
- ભેજમાં ઘટાડો થાય છે, પ્રકૃતિ સ્વચ્છ દેખાય છે.
- લોકોના મનમાં શાંતિ અને પ્રસન્નતા આવે છે.
(5) હેમંત ઋતુ (Pre-Winter Season)
- આ ઋતુમાં ઠંડીની શરૂઆત થાય છે.
- સવારે અને સાંજે ઠંડક અનુભવાય છે.
- હવામાન સુખદ અને શાંત રહે છે.
- હેમંત ઋતુ ખેતી માટે અનુકૂળ સમય છે.
- આ ઋતુમાં પાક ધીમે ધીમે તૈયાર થાય છે.
- લોકો થોડા ગરમ કપડાં પહેરવા લાગે છે.
- સવારનું વાતાવરણ ખૂબ સુંદર લાગે છે.
(6) શિશિર ઋતુ (Winter Season)
- શિશિર વર્ષનો સૌથી ઠંડો ઋતુ છે.
- આવી વિશેષ ઋતુમાં લોકો ગરમ કપડાં પહેરે છે.
- વાતાવરણમાં સવારે ધુમ્મસ જોવા મળે છે.
- શિશિર ઋતુમાં ઠંડી પવન ફૂંકાય છે.
- લોકોને ગરમ ચા અને કોફી વધુ ગમે છે.
- શાકભાજી તાજી અને સ્વાદિષ્ટ મળે છે.
- હવામાન આરામદાયક અને શાંત રહે છે.
Seasons Name in Gujarati and English PDF
જો તમે એક શિક્ષક અથવા માતા-પિતા તરીકે ઋતુઓના નામની માહિતી બાળકોને ભણાવવા માંગો માંગો છો તો તમને PDF File ની જરૂર પડી શકે છે. આ માટે નીચે PDF Download Link આપવામાં આવી છે. જ્યાંથી સમગ્ર ઋતુ નામ લિસ્ટ ને ડાઉનલોડ કરી શકાય છે.
નાના બાળકો ઋતુઓ વિશે જાણવામાં ઘણા ઉત્સુક હોય છે. માટે તેમને ભણાવવા અને સમજાવવામાં પણ વડીલોએ ઉત્સુકતા બતાડવી જોઈએ. જેથી નાનું બાળક યોગ્ય શિક્ષણ અને ગમ્મત સાથે ઋતુઓની માહિતી મેળવી શકે.
Note: લિંક દ્વારા ડાઉનલોડ કરવામાં કોઈ અસુવિધા જણાય તો અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો.
સવાલ જવાબ (FAQ)
ત્રણ ઋતુઓને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉભા થતા હોય છે. આવા સવાલોના જવાબ અંગેની ચર્ચા આપણે અહીં કરીશુ. જો તમને પણ આ વિષયને લઈને કોઈ સવાલ હોય તો તમે કૉમેન્ટમાં જણાવી શકો છો.
(1) ઋતુઓ શું છે અને તે કેમ બદલાય છે?
ઋતુઓ એટલે વર્ષ દરમિયાન હવામાનમાં થતા કુદરતી ફેરફારોના સમયગાળા. પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરે છે અને તેની ધરી થોડી ઝૂકેલી હોવાને કારણે સૂર્યપ્રકાશ દરેક ભાગ પર સમાન રીતે નથી પડતો.
આ કારણે વર્ષ દરમિયાન તાપમાન, વરસાદ અને હવામાનમાં ફેરફાર થાય છે, જેને આપણે ઋતુઓ તરીકે ઓળખીએ છીએ. ઋતુઓના બદલાવથી પ્રકૃતિમાં નવી તાજગી આવે છે અને જીવનમાં વિવિધતા અનુભવાય છે.
(2) ભારતીય પરંપરા મુજબ કેટલી ઋતુઓ હોય છે?
ભારતીય પરંપરા અનુસાર વર્ષને છ મુખ્ય ઋતુઓમાં વહેંચવામાં આવે છે: વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત અને શિશિર. દરેક ઋતુ લગભગ બે મહિના સુધી રહે છે.
દરેક ઋતુનું પોતાનું આગવું હવામાન, સૌંદર્ય અને જીવનમાં મહત્વ હોય છે. આ ઋતુઓ પ્રકૃતિને સંતુલિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(3) ઋતુઓનું ખેતીમાં શું મહત્વ છે?
ઋતુઓ ખેતી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અલગ અલગ પાક અલગ ઋતુઓમાં ઉગાડવામાં આવે છે. ખાસ કરીને વર્ષા ઋતુમાં વરસાદના કારણે વાવણી માટે અનુકૂળ વાતાવરણ મળે છે.
ગ્રીષ્મ અને શિયાળાની ઋતુઓ પણ પાકની વૃદ્ધિ અને કાપણી માટે ઉપયોગી છે. ખેડૂતો ઋતુઓના આધારે પોતાની ખેતીની યોજના બનાવે છે.
(4) કઈ ઋતુને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે?
વસંત ઋતુને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ ઋતુમાં પ્રકૃતિ ખૂબ સુંદર લાગે છે, ફૂલો ખીલે છે, વૃક્ષો પર નવા પાન આવે છે અને હવામાન ખૂબ સુખદ રહે છે. આ ઋતુમાં ન તો વધારે ગરમી હોય છે અને ન તો વધારે ઠંડી, તેથી તે સૌને ખૂબ ગમે છે.
(5) ઋતુઓ આપણા જીવનને કેવી રીતે અસર કરે છે?
ઋતુઓ આપણા રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. કપડાં, ખોરાક, ખેતી, તહેવારો અને જીવનશૈલી ઋતુઓ પ્રમાણે બદલાય છે.
ઉનાળામાં હળવા કપડાં, શિયાળામાં ગરમ કપડાં અને ચોમાસામાં વરસાદથી બચવાના સાધનોનો ઉપયોગ થાય છે. આ રીતે ઋતુઓ જીવનમાં સંતુલન અને નવીનતા લાવે છે.
આશા કરુ છુ ઋતુઓના નામ અંગે તેના વિશેની તમામ જાણકારી સારી રીતે આપવામાં સફળ રહી છુ. પોસ્ટ પસંદ આવી હોય તો અન્ય લોકો સાથે શેયર કરવા માટે પણ નમ્ર વિનંતી છે.